10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા થાઈ પોંગલની ઉજવણીનું રિસેપ્શન

Tuesday 23rd January 2024 04:31 EST
 
 

10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા થાઈ પોંગલની ઉજવણી માટે સતત બીજા વર્ષે કોમ્યુનિટી રિસેપ્શનનું આયોજન કરાયું હતું. નં.10ની બહાર બ્રિટિશ તામિલ કોમ્યુનિટીના સભ્યો અને અન્ય મહેમાનો જણાય છે. પોંગલ પાકની લણણી માટે ઉજવાતો તહેવાર છે જે મકરસંક્રાંતિની સાથોસાથ આવે છે. 18 જાન્યુઆરીના આ રિસેપ્શનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પત્ની, નવનિયુક્ત શ્રીલંકન હાઈકમિશનર રોહિથા બોગોલાગામા તેમજ ભારતીય અને શ્રીલંકન તામિલ કોમ્યુનિટીના 100થી વધુ સભ્યો હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter