102 વર્ષના કોકીચી દાદાએ સર કર્યું ‘જીવનનું શિખર’

Sunday 01st March 2026 05:53 EST
 
 

જાપાનના 102 વર્ષીય કોકીચી અકુજાવાએ તેમના જોમ અને જુસ્સા થકી ઇતિહાસ રચ્યો છે. તેમણે પુરવાર કર્યું છે કે ઉંમર તો માત્ર એક આંકડો છે. કોકીચી અકુજાવાએ તાજેતરમાં 3,776 મીટર ઊંચા માઉન્ટ ફુજીના શિખર પર પહોંચીને વિશ્વના સૌથી વૃદ્ધ પર્વતારોહકનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. ‘શતાયુવીર’ કોકીચીદાદાએ આ કપરા ચઢાણ પહેલાં ત્રણ મહિના સુધી તનતોડ કહેવાય તેવી આકરી તાલીમ લીધી હતી. દર અઠવાડિયે એક પર્વત ચડી જતા હતા અને પોતાની શારીરિક ક્ષમતા અને સજ્જતાને નિખારતા હતા. કોકીચીએએ પોતાની ફિટનેસનો શ્રેય તંદુરસ્ત જીવનશૈલીને આપે છે. તેઓ કહે છે કે દસકાઓથી વહેલી સવારે 5 વાગ્યે ઉઠવાની અને નિયમિતપણે એક કલાક ચાલવાની આદતે તેમની તંદુરસ્તીને બરકરાર રાખી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter