194 વર્ષના જોનાથન ‘દાદા’

Wednesday 24th June 2026 06:49 EDT
 
 

જોનાથન કાચબાને દુનિયાના સૌથી મોટી વયના જીવીત સ્થળીય જાનવર માનવામાં આવે છે. તેનો જન્મ લગભગ 1832માં થયો હતો અને વર્ષ 2026માં તેની ઉંમર લગભગ 194 વર્ષ આંકવામાં આવી હતી. તે સેશેલ્સ જાયન્ટ ટોર્ટોઇઝ પ્રજાતિનો કાચબો છે, જેનું સરેરાશ આયુષ્ય 150 વર્ષ હોય છે. પોતાના અસાધારણ દીર્ઘાયુના કારણે જોનાથનને તાજેતરમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ આઇકોન તરીકે સન્માનિત કરાયો છે. તે હાલમાં સેન્ટ હેલેના ટાપુ પર રહે છે, અને દુનિયાભરમાં દીર્ઘાયુ તથા પ્રકૃતિના અદભૂત ચમત્કારના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter