3 ડોલરની કટોરી 2.22 મિલિયન ડોલરમાં વેચાઇ

Wednesday 30th September 2026 07:21 EDT
 
 

ન્યૂયોર્કના એક પરિવારે ગેરાજ સેલમાંથી માત્ર 3 ડોલરમાં ખરીદેલી ચાઇનીઝ બનાવટની કટોરી 2.22 મિલિયન ડોલરની અધધધ કિંમતે વેચાઈ છે. પરિવારે 2007માં આ કટોરી ખરીદીને પોતાના લિવિંગ રૂમમાં સજાવી હતી.
છ વર્ષ સુધી તો લિવિંગ રૂમનો શો પીસ જ બની રહી હતી. આ દરમિયાન કોઇએ તેમનું ધ્યાન દોર્યું કે એન્ટિક પીસ જેવી દેખાતી કટોરી સામાન્ય જણાતી નથી. 2013માં નિષ્ણાતો પાસે તેની તપાસ કરાતા જણાયું કે આ કોઈ સામાન્ય કટોરી નથી પરંતુ 1000 વર્ષ જૂનું ચાઇનીઝ ડિંગવેર (પોર્સેલીન) છે.
આ કટોરી ચીનના ઉત્તરી સાંગ રાજવંશ (960-1127)ના સમયની હોવાનું બહાર આવ્યું હતું. આ પછી ઓક્શન હાઉસ સોથબીસને સોંપાઇ. તેણે કટોરીનું મૂલ્ય 2થી 3 લાખ ડોલર આંક્યુ. હવે યોજાયેલા ઓક્શનમાં એક ડીલરે તેને 2.22 મિલિયન ડોલરની ઊંચી કિંમતે ખરીદી લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter