જાપાનના 90 વર્ષના તોશિસુકે કાનાઝાવાએ ઉમરને પાછળ છોડી અદભુત મસ્ક્યુલર બોડી બનાવ્યું છે. તેમણે ઓલ જાપાન માસ્ટર્સ ફિટનેસ ચેમ્પિયનશિપમાં પોતાનું 19મું નેશનલ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તોશિસુકેના આ કસાયેલા અને સ્નાયુબદ્ધ શરીરની વિશેષતા એ છે કે તેઓ સંપૂર્ણ શાકાહારી છે અને તેમનો ડાયટ પ્લાન ખૂબ જ સાદો છે. તેમના રોજિંદા ભોજનમાં બ્રાઉન રાઈસ, સોયાબીન, મિસો સૂપ અને પ્રોટીન ડ્રિંકનો સમાવેશ થાય છે. પરંતુ તોશિસુકેને બોડી બિલ્ડીંગનો ચસ્કો લાગ્યો ક્યાંથી? તેમણે 50 વર્ષની ઉંમરે બીમાર પત્નીના ચહેરા પર ખુશી લાવવા માટે ફરીથી જિમ જવાનું શરૂ કર્યું હતું તેનું આ પરિણામ છે. હવે તેઓ હોલિવૂડ સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરને મળવાનું સપનું ધરાવે છે.


