પ્રેસિડન્ટ ટ્રમ્પે અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ બનાવવાની જાહેરાત કરી છે. ડોનના હુલામણા નામે જાણીતા ટ્રમ્પે એક જાહેર સભામાં 250મા સ્વતંત્રતા દિવસ માટે ‘બિગ... બિગ સેલિબ્રેશન’ની જાહેરાત કરતા વ્હાઈટ હાઉસના ગ્રાઉન્ડમાં 25,000 દર્શકો સાથે યુએફસી ચેમ્પિયનશિપ કરાવવાનો વાયદો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં જુલાઈ 4, 1776ના રોજ સ્વતંત્રતાની ઘોષણા કરાઇ હતી. હવે, ‘અમેરિકા-250’ કેમ્પેઈન હેઠળ એક વર્ષ સુધી ઉજવણી ચાલશે. સભા દરમિયાન ટ્રમ્પ દ્વારા કરાયેલો ‘ટ્રમ્પ ડાન્સ’ ચર્ચાનો વિષય રહ્યો હતો.