દુનિયામાં પહેલી વાર રશિયામાં 1.8 કિલોમીટરની ઊંચાઈ પર હોટ એર બલૂન વડે હવામાં લટકેલા મેદાન પર ફૂટબોલ મેચ યોજાઈ હતી. ખેલાડીઓ હતા લોકપ્રિય એથ્લીટ અને યુટ્યૂબર સર્ગેઈ બોલ્સોત્સ અને તેમના મિત્ર મિખાઇલ લિફ્ટિન્ડ. ખેલાડીઓ અને ઉપકરણો સહિત વજન 2.5 ટનથી વધુ હતું. નિષ્ણાતોનું માનવું હતું કે આટલી ભારે રચનાને હવામાં ઉઠાવવી શક્ય નથી, પરંતુ અનેક વારના પરીક્ષણો અને 700 કલાકની તૈયારી બાદ આ અસાધારણ મેચ માટે મેદાન તૈયાર કરાયું હતું. ખેલાડીઓએ પેરાશૂટ પહેરીને મેચ રમી હતી.


