ઇજિપ્તના પુરાતત્વવિદોએ એક અત્યંત મહત્વની સફળતા મેળવી છે. કાહિરાની દક્ષિણે આવેલા અબુ ગોરાબ વિસ્તારમાં ખોદકામ દરમિયાન 4,500 વર્ષ જૂના એક પ્રાચીન ‘સૂર્ય મંદિર’ના અવશેષો મળ્યા છે. આ મંદિર પ્રાચીન ઈજિપ્તના સૂર્ય દેવતા ‘રા’ની પૂજા માટે બનાવાયું હતું. તે સમયે ઇજિપ્તના રાજાઓ પોતાની શક્તિ અને દૈવી જોડાણ સાબિત કરવા આવા ભવ્ય મંદિરો બંધાવતા હતા. મંદિરની છત પર બેસી લોકો આકાશમાં તારાઓને નિહાળતા હતા.


