આ તસવીર ઈન્ડોનેશિયાની છે, જ્યાં હિંદુ તહેવાર કુનિંગનને ધામધૂમથી મનાવાઇ રહ્યો છે. બાલીના હિંદુઓ માટે આ સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંનો એક છે. માન્યતા છે કે, આ દિવસે પૃથ્વી પર આવેલા પિતૃઓ અને દેવતાઓ આશીર્વાદ આપીને સ્વર્ગમાં પરત ફરે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં 80 ટકા વસ્તી મુસ્લિમ છે જ્યારે 1.97 ટકા વસતી જ હિંદુ છે ત્યારે ધામધૂમથી ઉજવાતો આ ફેસ્ટિવલ ભાઈચારાની નિશાની છે.


