ન્યૂયોર્ક મહાનગરમાં વસતાં એક પરિવારની ખોવાયેલી બિલાડી 10 વર્ષ પછી પાછી ઘરે આવી છે. બિલાડીની ઓળખ તેની માઇક્રોચિપથી થઈ હતી. ન્યૂ જર્સીમાં આવેલ મોન્ટક્લેયર ટાઉનશિપ એનિમલ શેલ્ટરએ આ માહિતી આપી હતી. તાજેતરમાં, એક યુવક આ રખડતી બિલાડીને શેલ્ટરમાં લાવ્યો હતો. તપાસમાં તેના શરીરમાં માઇક્રોચિપ મળી આવી હતી. સ્કેન કરવા પર ખબર પડી કે તેનું નામ ‘આસા’ છે. જ્યારે શેલ્ટરે માલિકોનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે બિલાડી 10 વર્ષથી ગુમ હતી.


