એક ભારત નયા બનાના હૈ

Tuesday 23rd November 2021 05:02 EST
 
 

‘હમ નિકલ પડે હૈં પ્રણ કરકે, અપના તન-મન અર્પણ કરકે
જિદ હૈ એક સૂર્ય ઉગાના હૈ, અંબર સે ઊંચા જાના હૈ

એક ભારત નયા બનાના હૈ

ભારતમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીનો શંખનાદ કરવામાં આવ્યો છે. જુદી જુદી યોજનાઓ અને રાજકીય રણનીતિ ઘડવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક નવા ભારતનાં સર્જનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હિન્દીમાં એક કાવ્યની પંક્તિઓ ટ્વિટ કરી હતી. અને તેની સાથે વડા પ્રધાન મોદી ખભા પર હાથ મૂકીને યોગી સાથે ગહન ગુફેતેગો કરી રહ્યાા છે તેવી તસવીરો મૂકી હતી. યોગીની આ ટ્વિટ તેમજ ફોટો જોતજોતામાં વાઇરલ થયા હતા. યોગીએ નવા ભારતનાં નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter