જો નારીશક્તિની સજ્જતા કે ક્ષમતા કે આત્મવિશ્વાસ સામે શંકા હોય તો આ તસવીર જોઈ લેજો. બુલફાઈટિંગને ભલે પુરુષોની ગેમ તરીકે ઓળખાવાતી હોય પણ ઓલ્ગા કેસેડો નામની આ લેડી બુલફાઈટર પુરુષોને હંફાવી રહી છે. ઓલ્ગાએ અનેક યુવતીઓને બુલફાઈટિંગ માટે પ્રેરિત કરી છે. ઓલ્ગાએ વાતની પ્રતિક છે કે, સ્ત્રી ધારે તો શું ન કરી શકે? ઓલ્ગાએ જે વેળા બુલફાઈટિંગની શરૂઆત કરી હતી તે સમયે પુરુષોનો દબદબો હતો. હવે, ઓલ્ગાના નામના સિક્કા પડે છે.