કેનેડાના નવનિયુક્ત વડાપ્રધાન માર્ક કાર્ની અમેરિકાના પ્રવાસે પહોંચ્યા હતા. છઠ્ઠી મેના રોજ વ્હાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે મુલાકાત વેળા કહ્યું હતું કે, ‘કેનેડા વેચાણ માટે નથી અને તે ક્યારેય વેચાશે નહીં.’ આ સમયે ટ્રમ્પે હસતા હસતા આ વાતનો જવાબ આપતા કહ્યું કે, ‘ભવિષ્યમાં કેનેડાનું શું થશે એ તો સમય જ કહેશે.’ આ વાર્તાલાપ એક ખાનગી બેઠક દરમિયાન થયો હતો, જેમાં બંને નેતાઓએ તણાવપૂર્ણ વેપાર સંબંધો, કેનેડિયન ઉત્પાદનો પર યુએસ દ્વારા લદાયેલી ટેરિફ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.