જોર્જિયાની રાજધાની ત્બિલિસીમાં ક્રોનિકલ્સ ઓફ જોર્જિયા એક એવું સ્થાન છે જે જોવામાં એવું લાગે છે કે જાણે તે કોઇ કાલ્પનિક કે પૌરાણિક દુનિયામાંની દેન હોય. આ એક એવું વિશાળ સ્મારક છે, જેને 1985માં પ્રસિદ્ધ જોર્જિયન મૂર્તિકાર જુરાબ ત્સેરેતેલીએ બનાવ્યું હતું. તેમાં ઊંચા ઊંચા સ્તંભ છે, જેના પર જોર્જિયાનો ઇતિહાસ, રાજાઓ, યોદ્ધાઓ અને ધાર્મિક કથાઓને કંડારવામાં આવી છે. સ્મારકના ઉપરના ભાગમાં જોર્જિયાના રાજાઓ અને ઐતિહાસિક ઘટનાઓને દર્શાવવામાં આવી છે, જ્યારે નીચેના ભાગમાં ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલી વાર્તાઓ દર્શાવાઇ છે. આ જગ્યા ત્બિલિસી સમુદ્રની પાસે આવેલી છે, જ્યાંથી આસપાસનો મનમોહક નજારો જોવા મળે છે અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.


