ઉત્તરાખંડના ઋષિકેશમાં એક 82 વર્ષીય બ્રિટિશ મહિલા એલેકા બાયકોએ સૌ કોઈને મુગ્ધ કરી દે તેવા કમાલના કરતબ બતાવતાં 117 મીટર ઊંચાઈ પરથી છલાંગ લગાવીને ઇતિહાસ રચ્યો છે એમ કહીએ તો ખોટું નથી. હિમાલયન બન્જી જંપિંગ સેન્ટરનો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. ઓલેનાનો આ વીડિયો આજે દુનિયાભરમાં પ્રેરણારૂપ બની ગયો છે, જે બતાવે છે કે હિંમતને કોઈ ઉંમર નડતી નથી. 82 વર્ષની મોટી વયે મોટી છલાંગ મારતી વખતે ઓલેનાના ચહેરા પર જરા જેટલો પણ ભય નહોતો. ઊલટું સ્મિત છલકતું જોવા મળતું હતું.


