આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, જે તાજેતરમાં અર્ધચંદ્રાકાર ચંદ્રમા સામેથી પસાર થતું જોવા મળ્યું હતું. આ તસવીર એરિઝોનાના રણમાં દિવસના અજવાળામાં 14 ઇંચના ટેલિસ્કોપની મદદથી ઝડપવામાં આવી હતી. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની વિશેષતા એ છે કે તેને દુનિયાના કોઇ પણ ભાગમાંથી નિહાળી શકાય છે. આ સ્પેસ સ્ટેશન પૃથ્વીની નીચલી કક્ષામાં લગભગ 28 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પરિભ્રમણ કરી રહ્યું છે, આથી ચંદ્રમા સામેથી તેનું આ ટ્રાન્ઝિટ થોડીક સેકન્ડ માટે જ જોવા મળે છે.


