ચીનમાં સિચુઆન પ્રાંતની પહાડીઓમાં વસેલી લારુંગ ગાર બૌદ્ધ અકાદમીને દુનિયાનું સૌથી મોટું તિબ્બતી બૌદ્ધ શિક્ષા કેન્દ્ર માનવામાં આવે છે. આ અદભૂત સ્થાન ખીણમાં ચોમેર છવાયેલી લાકડાની લાલ-બ્લૂ ઝૂંપડીઓના કારણે દૂરથી જ રાતા સમુદ્ર જેવું ભાસે છે. 1980માં ખેનપો જિગમે ફુત્સોક દ્વારા સ્થાપવામાં આવેલી આ અકાદમી હજારો ભિખ્ખુ - ભિખ્ખુણીઓ (બૌદ્ધ સાધુ-સાધ્વીઓ)નું ઘર છે, જ્યાં તેઓ ધ્યાન, દર્શન અને બૌદ્ધ ગ્રંથોનો ગહન અભ્યાસ કરે છે.


