જ્હોન્સન - પ્રીતિ પટેલે બેકિંગ પર હાથ અજમાવ્યો

Wednesday 06th October 2021 04:39 EDT
 
 

કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સનો માન્ચેસ્ટરમાં રવિવારથી આરંભ થયો હતો ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઈસ્ટ માન્ચેસ્ટરના ગોર્ટનમાં એક કાર્યક્રમ અંતર્ગત હાઈડઆઉટ યુથ ઝોનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુવાનો સાથે મુલાકાત કરી હતી અને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ ઉપરાંત, બંને નેતાઓએ ટેબલટેનિસની રમત પર હાથ અજમાવ્યો હતો. જ્હોન્સને માન્ચેસ્ટર સિટીના એક પ્રતીક મધમાખીનું ચિત્ર દોરી તેમાં રંગપૂરણી પણ કરી હતી. જ્હોન્સન અને પ્રીતિ પટેલે સ્પોન્જ કેક બનાવવા બધી સામગ્રી એકત્ર કરી હતી અને તૈયાર કેક પર આઈસિંગ પણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter