ન્યૂ યોર્કના વિશ્વ વિખ્યાત ટાઇમ્સ સ્ક્વેરમાં નવરાત્રિ ઉજવણીનો અનોખો નજારો જોવા મળ્યો. ભારતીય સમુદાયના સભ્યોએ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં ગરબા રજૂ કર્યા. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં, લોકો ટાઇમ્સ સ્ક્વેરના ચમકતા બિલબોર્ડ હેઠળ એક વર્તુળમાં ગરબા કરતા જોવા મળે છે. લહેંગા, કુર્તા અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકોને સંગીતના તાલે રાસ રમતા જોઇને ત્યાંથી પસાર થતાં લોકો પણ થોડીવાર અટકી ગયા હતા.


