ટ્રમ્પની જીભ પાછી લપસીઃ સુંદર પત્ની હોવાથી બર્ગમને ગૃહ સચિવ બનાવ્યાઃ

Saturday 07th February 2026 10:46 EST
 
 

પ્રમુખ ટ્રમ્પ પોતાની ભાષા અને શબ્દપ્રયોગના કારણે અનેક વખત વિવાદ કરી ચૂક્યા છે. પહેલા વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના હોઠની જાહેર પ્રશંસા કરીને ભાંગરો વાટ્યો હતો અને હવે પોતાની જ સરકારના હોમ સેક્રેટરી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે ડગ બર્ગમને અમેરિકાના હોમ સેક્રેટરી એટલે બનાવ્યા કેમ કે તેની પત્ની કેથરીન ખુબ જ સુંદર લાગી હતી. ટ્રમ્પ તેમની ઓવલ ઓફિસમાં એક આદેશ ઉપર હસ્તાક્ષર કરી રહ્યા હતા ત્યારે બર્ગમ અને તેની પત્ની કેથરીન પણ પાસે જ ઉભા હતા. કાર્યક્રમ પૂરો થતાં ટ્રમ્પે કહ્યું કે તેણે કેથરિનનો ઘોડેસવારી કરતો વીડિયો જોયો ત્યારે આ કપલ પર સૌથી પહેલાં ધ્યાન ખેંચાયું હતું. આ સમયે કેથરીન ખૂબ જ અલગ લાગી હતી. ટ્રમ્પે કેથરીન તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે આ સમયે તેણે લોકોને કહ્યું હતું કે તેઓ ડગ બર્ગમની નિયુક્ત કરી રહ્યા છે કારણ કે જેની પાસે કેથરીન જેવી પત્ની હોય તે તો કમાલની વાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter