ચીનની ટેક કંપની ઈહેંગ ડ્રાઈવરલેસ ફ્લાઇંગ ટેક્સી સર્વીસ વીટી35 શરૂ કરવાની તૈયારીમાં છે. આ ટુ-સીટર એર ટેક્સી એક જ ચાર્જ પર 200 કિલોમીટર સુધી ઉડી શકે છે, અને તે પણ પાઇલટ વિના. ટેકસીમાં આઠ લિફ્ટ પ્રોપેલર્સ છે, જેનાથી સરળતાથી ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે છે. આનો અર્થ એ છે કે તેને ટેકઓફ અને લેન્ડિંગ માટે રનવેની જરૂર નથી. ઈહેંગેએ જણાવ્યું હતું કે ડિઝાઈન, પરીક્ષણ અને સંશોધન પછી વીટી35નું ટ્રાન્ઝિશન ફ્લાઈટ પરીક્ષણ સફળ રહ્યું છે. કંપની કહે છે કે ટૂંક સમયમાં શરૂ થનારી આ એર ટેક્સી શહેરમાં અને શહેર આસપાસની મુસાફરીને સરળ બનાવશે.


