તસવીર-કથા

સંજય વૈદ્ય Saturday 05th September 2020 07:03 EDT
 
 

(વાચક મિત્રો, આપની સેવામાં નીતનવીન વાચનસામગ્રી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ ‘ગુજરાત સમાચાર’ આ સપ્તાહથી આપની સમક્ષ નવી કોલમ ‘તસવીરકથા’ રજૂ કરતાં આનંદ અનુભવે છે. આ કોલમમાં ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્ય તેમના કેમેરાની આંખે ઝડપાયેલી તસવીર રજૂ કરવાની સાથોસાથ તેની સાથે સંકળાયેલા સ્મરણોને શબ્દદેહ આપશે. આશા છે કે આપને ‘તસવીરકથા’ વિભાગ અવશ્ય ગમશે. - તંત્રી-પ્રકાશક)

એમને બધા ‘ભાઈજી’થી ઓળખે. સાચું નામ રમેશભાઈ ઓઝા. ૩૧મી ઓગસ્ટે તેમનો જન્મદિવસ હતો એટલે એમની સાથે ગાળેલી કેટલીક વિસરાય નહીં એવી ક્ષણો અહીં મૂકવાની ઈચ્છા થઈ આવી. નવેમ્બર, ૨૦૦૨ના સમયની આ વાત છે. ‘ભાઈજી’ આમ તો ભાગવત કથા માટે વિખ્યાત છે, પણ નવેમ્બર, ૨૦૦૨માં કોલકત્તામાં તેઓની રામકથા હતી. એમના અમુક ફોટોગ્રાફ લેવા માટે હું ત્યાં હતો. આ ગાળામાં જ કવિ હરિવંશરાય બચ્ચનનો જન્મદિવસ આવે તેથી હરિવંશરાય બચ્ચન અને તેમના કાવ્યસંગ્રહ ‘મધુશાલા’ની વાત નીકળી. ‘ભાઈજી’એ ખૂબ જ નિખાલસતાથી કહ્યુંઃ મને ‘મધુશાલા’ વિશે વધુ માહિતી નથી. મેં તે પુસ્તકનું વાંચન પણ કર્યું નથી. પુસ્તક મળે તો ચોક્કસ વાંચુ... મનને સ્પર્શી જાય તેવો અનુભવ મને એ થયો કે આટલી પ્રતિષ્ઠાવાન વ્યક્તિ હોવા છતાં મને આ વિષયે કંઈક ખબર નથી એ કહેતાં - નિખાલસપણે સ્વીકારતાં ‘ભાઈજી’ને જરા સરખી નાનપ ન લાગી. તેમને મહાજ્ઞાની હોવાનો કોઈ આડંબર નહીં. ‘મધુશાલા’ની વાત થઈ તેના બીજા દિવસે કોલકત્તાની બજારમાં મેં પુસ્તક શોધવા પ્રયત્ન કર્યો, પણ મળ્યું નહીં. કેસેટ મળી. ‘ભાઈજી’એ ‘મધુશાલા’ સાંભળી અને બીજા દિવસની કથામાં ‘મધુશાલા’નો સરસ રીતે ઉલ્લેખ
પણ કર્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter