તસવીરકથાઃ નરેન્દ્ર મોદી

સંજય વૈદ્ય Wednesday 23rd September 2020 04:43 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો લેવી એ કોઈ પણ ફોટોગ્રાફર માટે ‘ટ્રીટ’ સમાન રહે. આઉટફિટથી લઈને તેમના દેખાવ માટે તેઓ કાયમ બહુ સજાગ હોય છે. આ સાથે કોઈ પણ ક્ષણે તેઓને કેવો પોઝ આપવો છે એ માટે પણ તેઓ ખૂબ સજાગ રહે છે. તેમની સામે ઊભેલા સો કે તેથી પણ વધુ ફોટોગ્રાફર હોય તો દરેકને ફોટોગ્રાફ્સ માટે સારા એંગલ મળી રહે એવી તક તેઓ પોતે ઊભી કરી આપે. વર્ષ ૨૦૧૦ની વાત છે ત્યારે અમદાવાદની એક પ્રખ્યાત હોટેલમાં એક ફંક્શન હતું. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેઓ મંચ પર હતા. મારી પાસે સારો લેન્સ હતો એટલે હું થોડેક દૂર એક ઝાડ નીચે ઊભો રહીને તેમના ફોટોગ્રાફ્સ લેતો હતો. તેમણે મંચ પરથી મને ‘વૈદરાજ’ સંબોધન સાથે હાથ ઊંચો કરીને એવી રીતે પોઝ આપ્યો કે તેઓના કેટલાક સુંદર ફોટોગ્રાફ હું તો લઈ જ શકું પણ ત્યાં હાજર દરેક ફોટોગ્રાફરને પણ એ ઘડીએ સારા પોઝ મળી જ રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter