તાડ જેવી ઊંચી ઝાંગ

Sunday 16th January 2022 05:24 EST
 
 

ચીનની ૧૪ વર્ષની બાળકી ઝાંગ ઝીયુ તેની ઊંચાઈના કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. આ ઉંમરે જ ઝાંગની ઊંચાઇ ૭ ફૂટ ૪ ઈંચ છે, જે ભારતના મહાકાય રેસલર ધ ગ્રેટ ખલીથી પણ વધારે છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા ઝાંગ ઝીયુના એક વીડિયોમાં તે બાસ્કેટબોલ સ્પર્ધા દરમિયાન ૨૫ રિબાઉન્ડ અને ૬ બ્લોક સાથે ૪૨ પોઇન્ટ મેળવવામાં ટીમને મદદ કરતી જોવા મળે છે. આ બાળકીના વીડિયોને ૨ મિલિયન વ્યૂઝ અને ૧૫ હજારથી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter