તેલંગાણાના ભૂપાલપલ્લીમાં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની એક દુર્લભ પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા ચિંતકાણી ગામની સીમમાં આવેલા જંગલમાંથી મળી આવી હતી. પુરાતત્વવિદોના મતે, આ પ્રતિમા અંદાજે 12મી સદીની છે. મૂર્તિની બનાવટની શૈલી અને તેના પર કરવામાં આવેલી બારીક કોતરણીના આધારે નિષ્ણાતોનું અનુમાન લગાવે છે કે આ પ્રતિમા ‘કાકતીય કાળ’ની હોવાની પૂરી સંભાવના છે. નિષ્ણાતો તેમના દાવાના સમર્થનમાં કહે છે કે આ એ જ યુગ હતો જ્યારે દક્ષિણ ભારતમાં કલા અને શિલ્પકામ ક્ષેત્રે અનેક નવા શિખરો સર થયા હતા.


