દુબઇમાં દુનિયાની સૌથી ઊંચી હોટેલ

Friday 05th December 2025 10:40 EST
 
 

દુબઇમાં દુનિયાની સૌથી ઊંચી હોટેલનું અનાવરણ થયું છે. દિલ્હીના પ્રખ્યાત કુતુબ મિનાર કરતાં પણ પાંચ ગણી ઊંચી આ હોટેલની ઊંચાઇ છે 377 મીટર. સીયેલ દુબઇ મરિના નામની આ ભવ્યાતિભવ્ય હોટેલનું નિર્માણ ધ ફર્સ્ટ ગ્રૂપ દ્વારા કરાયું છે. 82 માળ ધરાવતી આ હોટેલની એક વિશેષતા એ છે કે તેના દરેક રૂમમાંથી પામ જુમૈરા અને મરિના સ્કાયલાઇનનો અદ્ભૂત નજારો જોવા મળે છે. તો બીજી વિશેષતા એ છે કે આ હોટેલમાં 76મા માળે બનેલો ઇન્ફિનિટી પુલ દુનિયાના સૌથી ઊંચા સ્વિમિંગ પુલનું બહુમાન ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter