ઇથિયોપિયાનું દાનાકિલ ક્ષેત્ર તેની વિષમ પ્રાકૃતિક પરિસ્થિતિના કારણે દુનિયાના સૌથી વિચિત્ર સ્થળોમાંનું એક ગણાય છે. અહીં દૂર-દૂર સુધી ફેલાયેલા નમકના મેદાન, ગંધકના ચમકદાર ગરમ જળસ્રોત અને જવાળામુખીના ક્રેટર એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવે છે. વિવિધ ખનિજોના કારણે જમીન પર જોવા મળતા પીળા, લીલા અને નારંગી રંગના લીધે આ સમગ્ર પ્રદેશ જાણે કોઇ કાલ્પનિક ગ્રહ જેવો દેખાય છે. દાનાકિલ ક્ષેત્રની આ દુનિયાનો નજારો કલ્પનાને પાર છે.


