નામીબિયાની ધરતી પર વિશ્વનો સૌથી વિશાળ અખંડ ઉલ્કાપિંડ

Wednesday 04th March 2026 10:08 EST
 
 

નામીબિયાના ગૂટફોન્ટેન ક્ષેત્રમાં આવેલો 60 ટન વજનનો અને લોહ-નિકલના બનેલા હોબા ઉલ્કાપિંડને આ પૃથ્વી પરનો અત્યાર સુધીનો સૌથી મોટો અખંડ ઉલ્કાપિંડ માનવામાં આવે છે. આ ઉલ્કાપિંડ હજારો વર્ષ પૂર્વે અંતરિક્ષમાંથી આવીને અહીં પડ્યો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પડવાની કોઇ સ્પષ્ટ અસર કે ખાડો પડ્યો નથી. આથી એવું મનાય છે કે સંભવતઃ વાયુમંડળમાં પ્રવેશ કરતાં સમયે તેની ઝડપ ધીમી પડી ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter