નીતિનભાઈ મહેતા દ્વારા અહિંસા- વેગન ડાયેટનો સંદેશો

Wednesday 03rd November 2021 06:30 EDT
 
 

ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ સંબંધિત પ્રશ્નો તથા સમગ્ર પૃથ્વી પરના જીવનને થતી તેની અસરો ચર્ચવા COP26 શિખર પરિષદનો ૧ નવેમ્બરથી આરંભ થયો હતો. કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા વિશ્વનેતાઓ અને ડેલિગેટ્સને માંસ આધારિત આહારના સ્થાને વેગન ડાયેટને અનુસરવાની આવશ્યકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો. નીતિનભાઈ મહેતાએ ત્યાર ઉપસ્થિત લોકોને સંબોધન પણ કર્યું હતું. તેમણે આપેલા અહિંસાના સંદેશાથી પોલીસ પણ રાજી થઈ ગઈ હતી. નીતિનભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે માંસ, માછલી અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ અને ઉપભોગ બંધ કરવામાં નહિ આવે ત્યાં સુધી પૃથ્વીના બચવા માટે કોઈ આશા રહેશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter