નેવું વર્ષના દાદીમાનો ગજબનો વિશ્વ વિક્રમ

Sunday 31st May 2026 08:37 EDT
 
 

અમેરિકાના ઓહિયોનાં 90 વર્ષનાં દાદીમા એન. કાઈલ એસેલસ્ટીને એક અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે નોંધાવીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે લગભગ 2 મિનિટ અને 52 સેકન્ડ સુધી બાર પર લટકી રહીને ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આવા ચુસ્તદુરસ્ત સ્વાસ્થ્ય પાછળ તેમની સખત મહેનત અને કસરતના રૂટિનનું મહત્ત્વનું યોગદાન છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ફીટ રહેવા માટે પ્રતિબદ્ધ દાદીમાએ તેમના ફિટનેસ રુટિનમાં ગયા વર્ષથી યોગ, રનિંગ, સાયકલિંગ અને વેઇટ ટ્રેનિંગને શામેલ કર્યા છે, અને તેમની મહેનતની અસર હવે જોવા મળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter