સંસ્કૃતિ નગરી વડોદરામાં વિચરણ અર્થે પધારેલા પ.પૂ. મહંત સ્વામી મહારાજનું અટલાદરા બીએપીએસ મંદિર ખાતે આગમન થતાં હજારો હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. 5 ખંડમાં સંસ્કૃતિના ધજા-પતાકા લહેરાવનાર પૂ. મહંત સ્વામી મહારાજને 92 બુલેટ સવાર યુવાનોએ મંદિર પરિસર સુધી એસ્કોર્ટ કર્યા હતા. મહંત સ્વામી 1420 દિવસ બાદ વડોદરા મંદિરે પધાર્યા હોવાથી 47 યુવાનોએ 1420 દંડવત કર્યા હતા, જ્યારે સેંકડો ભાવિકોએ તેમના આગમન પૂર્વે 92 કલાકના નિર્જળા ઉપવાસ કર્યા હતા.


