બાઓબાબ ટ્રીઃ ધરતીના સૌથી પ્રાચીન વૃક્ષોમાંનું એક

Wednesday 08th July 2026 09:35 EDT
 
 

બાઓબાબ એવી વૃક્ષ પ્રજાતિ છે જેનું અસ્તિત્વ માનવ સભ્યતા અને મહાદ્વીપોના વિભાજન કરતાં પણ પહેલાં લગભગ 20 કરોડ વર્ષ પૂર્વે હોવાનું માનવામાં આવે છે. આ વૃક્ષ તેના વિશાળ થડ માટે બહુ જાણીતું છે. આ થડ મોટા જથ્થામાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતું હોય છે, જેના કારણે ચોમાસાની મોસમમાં તેનું થડ ઘણું ફૂલી જાય છે.
આ વૃક્ષ મુખ્યત્વે આફ્રિકાના સૂકાભઠ્ઠ સવાના ક્ષેત્રમાં જોવા મળે છે, જ્યાં તેને જીવન, આશા અને સકારાત્મક્તાનું પ્રતીક માનવામાં આવે છે. હાલમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે સૌથી મોટું હયાત બાઓબાબ ‘સાગોલે બિગ ટ્રી’ છે, જે સાઉથ આફ્રિકાના લિમ્પોપો પ્રાંતમાં ઝિમ્બાબ્વેની સરહદે આવેલું છે. તેનો ઘેરાવો લગભગ 60.6 ચોરસ મીટર છે, ઊંચાઇ 19.8 મીટર છે. આ વૃક્ષના લાકડાની ગણતરી દુનિયાના સૌથી હળવા લાકડાંમાં થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter