મનુષ્યો જ નહીં, રોબોટ પણ ભગવાન બુદ્ધનું શરણ સ્વીકારી રહ્યા છે. સાઉથ કોરિયાની રાજધાની સિઉલના જોગ્યે બૌદ્ધ મઠમાં ધર્મ-અધ્યાત્મ-ટેક્નોલોજીનો સંગમ રચાયો હતો.
બુદ્ધ જયંતી પૂર્વે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં 130 સેન્ટીમીટરના રોબોટ ‘ગાબી’ પણ બૌદ્ધ સાધુઓ જેવા પરંપરાગત વસ્ત્રો પહેરીને પહોંચ્યો હતો. અહીં તેણે અન્ય ભિક્ષુઓની સાથે ઉભા રહીને દીક્ષા અંગીકાર કરી હતી અને બાદમાં તે મઠની દૈનિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયો હતો. દીક્ષા વિધિ દરમિયાન તેને પૂછાયું હતું કે શું તે પોતાને ભગવાન બુદ્ધને સમર્પિત કરશે? તેના જવાબમાં તેણે કહ્યું હતું, ‘હા, હું મારી જાતને સમર્પિત કરીશ.’


