ચીનની રાજધાની બેઈજિંગમાં પહેલી ઓક્ટોબરે ઉજવાયેલા નેશનલ ડે માટે 18 મીટર ઊંચો ફૂલોનો બાસ્કેટ સજાવવામાં આવ્યો હતો. ફૂલોના આ ગુલદસ્તાની ઊંચાઈ 6 માળની ઇમારત બરાબર છે. ચીની નેશનલ ડે માટે શહેરમાં બીજી પણ ઘણી સુંદર સજાવટ કરવામાં આવી છે. ફૂલોની મદદથી જ ‘ડ્રેગન બોટ’ જેવી અદ્ભુત આકૃતિઓ પણ બનાવવામાં આવી છે. આ ભવ્ય સજાવટને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે.


