ભારતીય સૈન્યનાં મેજર સ્વાતિ યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એવોર્ડથી સન્માનિત

Thursday 29th January 2026 05:59 EST
 
 

ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતાકુમારને યુનાઇટેડ નેશન્સના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયાં છે. અહેવાલો અનુસાર બેંગ્લૂરુનાં રહેવાસી મેજર સ્વાતિ શાંતાકુમારને શાંતિ સ્થાપનામાં તેમના પ્રશંસનીય યોગદાન બદલ પ્રતિષ્ઠિત યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એવોર્ડ 2005થી સન્માનિત કરાયા છે. મેજર સ્વાતિ હાલ દક્ષિણ સુદાનમાં યુનાઇટેડ નેશન્સ મિશન (UNMISS)માં સેવા આપી રહ્યા છે. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે પારિતોષિક વિજેતાઓની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે મેજર સ્વાતિના ‘ઇક્વલ પાર્ટનર, સસ્ટેનેબલ પીસ’ (સમાન ભાગીદાર, સ્થાયી શાંતિ) શીર્ષક ધરાવતા પ્રોજેક્ટની પણ ખૂબ પ્રશંસા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter