લંડનમાં લોર્ડ બસવેશ્વરા જનમજયંતીની પૂર્વસંધ્યાએ આયોજિત કાર્યક્રમમાં કન્નડ ભાષા શીખવાની ભારે લગની ધરાવનારા માસ્ટર ધીર સમર્થ મુદગલને પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્માના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. માસ્ટર ધીર કર્ણાટક રાજ્યની બહાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયોમાં કન્નડ ભાષા અને સંસ્કૃતિના પ્રસાર અને જતનને સમર્પિત કર્ણાટક બોર્ડર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી રહ્યો છે.


