યમનના આ ટાપુ પર જોવા મળે છે છત્રી જેવાં ‘ડ્રેગન બ્લડ ટ્રી’

Wednesday 06th May 2026 10:36 EDT
 
 

આ તસવીરમાં આપ સહુ જોઇ રહ્યા છો યમનનો સોકોટ્રા આઇલેન્ડ. આ ટાપુ તેની અનોખી જૈવવિવિધતા (બાયોડાયવર્સિટી)ને કારણે પૃથ્વી પરના સૌથી રહસ્યમય સ્થળોમાંનું એક મનાય છે. તસવીરમાં દેખાતા છત્રી જેવા વૃક્ષોને ‘ડ્રેગન બ્લડ ટ્રી’ કહેવાય છે. કારણ કે, જ્યારે તેમની છાલ પર કટ મૂકવામાં આવે છે ત્યારે તેમાંથી લોહી જેવો લાલ રસ નીકળવા લાગે છે, જે વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષે છે. આ ટાપુની સૌથી નોંધનીય વિશેષતા તેનું વનસ્પતિ વૈવિધ્ય છે. લાખો વર્ષો સુધી દુનિયાના બાકીના ભાગોથી અલગથલગ રહેવાના કારણે આ ટાપુનો કુદરતી લેન્ડસ્કેપ એક અનોખી રીતે વિકસિત થયો છે. અહીં જોવા મળતી વનસ્પતિ પ્રજાતિઓ કે સરિસૃપ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. આ વિશિષ્ટતાને કારણે જ 2008માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter