રાજસ્થાનના ડીડવાના કુચામન જિલ્લાની હુડિયા ગ્રામ પંચાયતમાં લોકોએ પોતાની માતાના નામે 2000 છોડ વાવીને પર્યાવરણજતનની સાથે સાથે માતૃપ્રેમનો પણ સંદેશ આપ્યો છે. તમામ વ્યક્તિને પોતાના છોડનું યોગ્ય જતન કરીને તેને વૃક્ષ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સરપંચ સુખી દેવી બિશ્નોઈ જણાવે છે કે જોધપુરના ખેજડલીમાં વૃક્ષો બચાવવા માટે પોતાનું - બલિદાન આપનારી મા અમૃતા દેવીના નામથી બગીચો બનાવવામાં આવ્યો છે.