ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં હાલ રૂ. 10 કરોડનું સફરજન સમાચારોમાં છે. સફરજન 9 કેરેટ 36 સેન્ટના હીરા અને 18 કેરેટ સોનામાંથી તૈયાર કરાયું છે. તેમાં 29 ગ્રામ સોનું છે અને કુલ 1,396 નંગ હીરાનો ઉપયોગ થયો છે. કલાકૃતિની સુંદરતા અને કારીગરીને કારણે તેનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે. હાલમાં આ સફરજન થાઈલેન્ડના રોયલ પેલેસમાં પ્રદર્શિત કરાયું છે.


