ભારતમાંથી 1950ના દાયકામાં ખરીદાયેલા દુર્લભ ગુલાબી હીરાની પહેલી વાર નીલામી થશે. વીંટીમાં જડેલા 24 કેરેટના આ હીરાની અંદાજિત કિંમત છે 172 કરોડ રૂપિયા. વિખ્યાત ઓક્શન હાઉસ ક્રિસ્ટિઝ દ્વારા યોજાનારી ‘મેગ્નિફિસન્ટ જવેલ્સ’ હરાજી 10મી નવેમ્બરે જિનિવામાં યોજાશે. આ હીરો છેલ્લા 70 વર્ષથી યુરોપના એક પ્રતિષ્ઠિત પરિવારના ખાનગી સંગ્રહની શોભા વધારી રહ્યો છે. હીરાના આજના માલિકના પરદાદા આ હીરાને તરાસ્યા વગર જ ભારતથી લાવ્યા હતા.


