ટોક્યો: દુનિયામાં એક એવી સકરટેટી છે જેની કિંમત જાણીને તમારું મગજ ચકરાવે ચઢી જાય તો નવાઇ નહીં. જાપાનના હોક્કાઈડો દ્વીપ પર યુબારી શહેરમાં ઉગાડવામાં આવતી ‘યુબારી કિંગ’ ટેટી વિશ્વના સૌથી મોંઘા ફળોમાંનું એક છે, જેની કિંમત લાખોમાં હોય છે. આ ટેટીની ખેતી ગ્રીનહાઉસમાં ખાસ ટેકનિકથી કરવામાં આવે છે. એક નંગનું વજન સામાન્ય રીતે 1.5થી 2 કિલોગ્રામ હોય છે. ‘યુબારી કિંગ’ની કિંમત તેની ગુણવત્તાના આધારે હજારો ડોલરથી લઈને લાખો રૂપિયા સુધીની હોય છે. એક નંગ ‘યુબારી કિંગ’ 5 મિલિયન યેન (આશરે 30-33 લાખ રૂપિયા)માં વેચાય છે.


