રેલવે ટ્રેકના કિનારે ધમધમતું બજાર

Wednesday 17th June 2026 08:31 EDT
 
 

થાઇલેન્ડના સમુદ સોંગખામ પ્રાંતમાં આવેલું મે ક્લોન્ગ રેલવે માર્કેટ દુનિયાના સૌથી અનોખા અને રોમાંચક બજારોમાંનું એક છે. આને સ્થાનિક સ્તરે ‘તલાદ રોમ હબ’ નામથી પણ ઓળખવામાં આવે છે. આ બજાર રેલવે ટ્રેકની લગોલગ વસેલું છે. દિવસમાં લગભગ આઠ વખત આ ટ્રેક પરથી ટ્રેન પસાર થાય છે ત્યારે દુકાનદારો પાટાઓ પર ગોઠવેલો પોતાનો માલસામાન સમેટી લે છે અને દુકાનના છજાને ઉપર ખેંચી લે છે જેથી ટ્રેન પસાર થઇ શકે. ટ્રેન પસાર થતાં જ તેઓ પાછી ચીજવસ્તુઓ ગોઠવી દઇને વેપાર કરવા લાગે છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter