લાલ કિલ્લા પર જતાં પહેલાં ‘મિત્રો’ સાથે મોદી

Wednesday 19th August 2026 05:36 EDT
 
 

દેશના 80મા સ્વતંત્રતા પર્વે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવવા જતાં પહેલાં વડાપ્રધાન મોદીએ પોતાની દિનચર્યાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ પોતાના લોકકલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને પુંગનુર ગાયને ચારો અને મોરને દાણા ખવડાવતા જોવા મળે છે. મોદીએ લખ્યું હતુંઃ ‘દરરોજ સવારે મારા મિત્રો (પ્રાણીઓ-પક્ષીઓ)ને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ છે. ગઈકાલે સવારે તેમને કોઈ રીતે ખબર પડી ગઈ હતી કે હું વહેલો નીકળી રહ્યો છું, તેથી હું લાલ કિલ્લા માટે નીકળી રહ્યો હતો ત્યારે તેઓ મને મળવા આવ્યા. હંમેશાની જેમ આ ક્ષણ ખાસ હતી...’ ગાય અને મોર નવી દિલ્હીના 7 - લોકકલ્યાણ માર્ગ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને રહે છે. તેમાં આંધ્ર પ્રદેશની દુર્લભ અને પ્રાચીન વામન જાતિ પુંગનૂર ગાયનો પણ સમાવેશ થાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter