લેન્ડ આર્ટિસ્ટની અદભૂત કલાકૃતિ

Wednesday 02nd September 2026 10:23 EDT
 
 

ભારતના સુદર્શન પટનાઇક સેન્ડ આર્ટિસ્ટ તરીકે જગવિખ્યાત છે. આ જ પ્રકારે વિદેશમાં ભીતચિંત્ર દોરનારા કલાકારો હોય છે. હવે તેમા નવો વર્ગ લેન્ડ આર્ટનો ઉમેરાયો છે. આ લેન્ડ આર્ટ પણ કંઈ જેવી તેવી કે સામાન્ય હોતી નથી. અત્યંત વિશાળ હોય છે. સ્વિટ્ઝરલેન્ડમાં આવી જ એક લેન્ડ આર્ટની અદભુત કલાકૃતિ સાઈપ તરીકે જાણીતા ફ્રેન્ચ કલાકાર ગુલિલોમ લેગ્રોસે રચી છે. આ તસ્વીરમાં બાળક જાણે ચિત્ર દોરી રહ્યો હોય તેવું ચિત્ર બનાવાયું છે. અને હા, આ ચિત્ર કંઈ નાનુસનું નથી. તે જમીન પર કુલ 6,300 ચોરસ મીટરના ઘેરાવામાં ફેલાયેલું છે. તેને બનાવવા માટે બાયોડિગ્રેડેબલ આર્ટ પેઈન્ટનો ઉપયોગ કરાયો છે. આ બાબત તેનો પુરાવો છે કે આ તસવીર જમીન પર લાંબા સમય સુધી રહેવાની પણ નથી. આમ છતાં લેન્ડ આર્ટ કલાના એક ઉત્તમ નમૂના તરીકે ઉભરી આવી છે. તે જબરદસ્ત ધીરજ અને દાદ માંગી લેતી કલા છે. જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારની અખૂટ ધીરજ હોય તેણે જ આ પ્રકારના કલાત્મક નમૂના પર હાથ અજમાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter