બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસમાં વિશિષ્ટ વ્યક્તિત્વ અને આપણા પ્રકાશનોના દીર્ઘકાલીન શુભેચ્છક વોરન્ટ ઓફિસર અશોક કુમાર ચૌહાણ MBEએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના અમદાવાદ કાર્યાલયની યાદગાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે એડિટોરિયલ અને એડમિનિસ્ટ્રેટિવ ટીમો સાથે વાતચીત કરી હતી તેમજ પોતાની યાત્રા વિશેની કથાઓ, પ્રોફેશનલ અનુભવો અને સીબી પટેલ સાથે તેમના લાંબા સમયના સંબંધો વિશે જણાવ્યું હતું. તેમની વિનમ્રતા, ઉષ્મા અને સામુદાયિક મૂલ્યો પ્રતિ ગાઢ આદરથી કાર્યાલયમાં ઉપસ્થિત બધા સભ્યો પર સુંદર છાપ સર્જાઈ હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની ટીમના સભ્યોએ વોરન્ટ ઓફિસર અશોક કુમાર ચૌહાણના સ્વાગત, વિચાર વિનિમય અને આપણા વાચકો માટે મુલાકાતને તસવીરમાં કંડારી લેવાની તક ઝડપી લીધી હતી.


