શયન મુદ્રામાં બુદ્ધઃ ચરણોમાં 108 શુભ સંકેત

Wednesday 22nd April 2026 06:07 EDT
 
 

મ્યાંમારના બાગોમાં આવેલા શ્વેતલ્યોંગ મંદિરમાં બિરાજમાન શયન મુદ્રામાં બુદ્ધના આ પવિત્ર ચરણ બૌદ્ધ કળા અને આધ્યાત્મિક્તાનો અદ્ભૂત સંગમ છે. લગભગ 55 મીટર લાંબી આ ભવ્ય પ્રતિમાના ચરણોમાં અંકિત કરાયેલા 108 શુભ પ્રતીક માત્ર સુશોભન માટે નથી, પણ ઊંડા દાર્શનિક અર્થો સાથે જોડાયેલા છે. આ પ્રતીકોમાં ભૌમિતિક આકૃતિઓ, પશુ રૂપાંકન અને અલગ અલગ ધાર્મિક ચિહ્નોનો સમાવેશ થાય છે, જે બૌદ્ધ બ્રહ્માંડ વિજ્ઞાન અને જીવનના સિદ્ધાંતોને દર્શાવે છે. આમાંનું દરેક પ્રતીક ધર્મ, સંતુલન, કરુણા અને જ્ઞાનનો સંદેશ રજૂ કરે છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter