શ્યામાપ્રસાદ મુખર્જીના સહયોગી 98 વર્ષીય માખનલાલ સરકારને વડાપ્રધાનના ચરણસ્પર્શ

Thursday 14th May 2026 06:23 EDT
 
 

વડાપ્રધાન મોદીએ સુવેન્દુના શપથગ્રહણ સમારોહમાં એક 98 વર્ષીય વડીલના આશીર્વાદ લઈ ગળે લગાવ્યા, ચરણસ્પર્શ કર્યા હતા. આ વ્યક્તિ માખનલાલ સરકાર છે, તેઓ શ્યામાપ્રસાદ મુખર્જીના સહયોગી હતા અને સિલીગુડીના રહેવાસી છે. તેઓ રાજ્યમાં ભાજપના પ્રથમ કાર્યકર હોવાનું મનાય છે. મોદીએ કહ્યું કે અમને ગર્વ છે કે અમારી (ભાજપ) પાસે આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વો છે જેમણે લોકોની વચ્ચે રહીને કામ કર્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter