રાજસ્થાનનની ગુલાબી નગરી જયપુરમાં વેચાઈ રહેલી ‘સ્વર્ણપ્રસાદમ્’ મિઠાઈ દેશદુનિયાના અખબારોમાં છવાઇ ગઇ છે. અને તેનું કારણ છે તેની ઊંચી કિંમત. સહુ કોઇ તેની કિંમત જાણીને આશ્ચર્યચકિત છે. એક કિલોના 1.11 લાખ રૂપિયા લેખે વેચાતી આ મિઠાઈ ખૂબ જ ખાસ પ્રકારે તૈયાર કરાયાનો દાવો થઇ રહ્યો છે. જયપુરના અંજિલ જૈનના આઉટલેટ પર તૈયાર બનાવવામાં આવેલી આ મીઠાઈના એક ટુકડાની કિંમત જ આશરે રૂ. 3,000 થઈ જાય છે. આ મિઠાઇને બનાવવામાં પાઇન નટ્સ, પ્રીમિયમ કેસર અને શુદ્ધ સ્વર્ણ ભસ્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


