તસવીરમાં જોવા મળતાં દાદીમાનું નામ છે સાવિત્રી દેવી અને તેઓ બિહારના આરામાં વસે છે. તેમની ઉમર 82 વર્ષ છે, પરંતુ આજે પણ તેઓ નદી-તળાવમાં નિયમિત સ્વિમિંગ કરે છે. આ ઉંમરે પણ જોવા માટે ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી કે તેમને સાંભળવાની પણ કોઇ તકલીફ નથી. સાવિત્રી દેવી કહે છે કે, તેમને હજુ સુધી કોઈ બીમારી પણ નથી કે શારીરિક નબળાઈ પણ વર્તાતી નથી. સદાબહાર સ્વાસ્થ્ય માટે તેમનો જીવનમંત્ર છે કે, શરીરને જેટલું સક્રિય રાખશો. બીમારી એટલી જ દૂર રહેશે.


