હમ્પીના રથની ‘મસાલેદાર’ કલાકૃતિ

Wednesday 14th October 2026 05:49 EDT
 
 

કર્ણાટકના ધારવાડમાં કલાકાર અમર કાલેએ હળદર અને લાલ મરચાની મદદથી વિશાળ રંગોળી બનાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. તેમણે કર્ણાટકના નકશામાં વિશ્વપ્રસિદ્ધ હમ્પી રથ બનાવ્યો છે. આ કલાકૃતિ લગભગ 1,892.5 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેની દુનિયાના સૌથી મોટી મસાલા પેઈન્ટિંગ તરીકે નોંધ લીધી છે. આ કલાકૃતિ 27 જાન્યુઆરી 2026ના રોજ બનાવાઈ હતી, જેને હવે રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ કલાકૃતિનો ઉદ્દેશ્ય કળાના માધ્યમ દ્વારા ભારતના મસાલા વારસાને વૈશ્વિક નકશા પર રજૂ કરવાનો હતો. અગાઉ આ રેકોર્ડ કેનેડાના સરે શહેરનાં ભારતવંશી કલાકાર પ્રીતિ વિજયના નામે હતો. તેમણે હળદર અને મરચાની મદદથી 84.39 ચોરસ મીટરનું પતંગિયાનું પેઈન્ટિંગ બનાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter